મુળી તાલુકાના સરા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને ભાવપૂર્વક ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામમાં "ગણપતિ બાપ્પા મોરિયા!"ના ગગનભેદી નારાઓ સાથે તહેવારની ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે. વિધિ વિધાનપૂર્વક ગણપતિ બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સરા ગામ માટે આ તહેવાર માત્ર ધાર્મિક સમારોહ પૂરતો નથી, પરંતુ સમાજમાં સંસ્કાર, એકતા અને ભક્તિભાવની અનોખી અનુભૂતિ આપી રહ્યો છે.