ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે ગરબા મહોત્સવ બાદ પાર્કિંગ વિસ્તારમાં કારના ટાયર નીચે દીકરીના કપડાં ફસાયા બાદ કાર પાછળ ખસેડવા માગતા પિતા અને તેમના પિતરાઈ ભાઈ પર કારમાં સવાર છ યુવકોએ હુમલો કર્યો. યુવકોએ ઉદ્ધતાઈ દાખવી દીકરી પર કાર ચડાવવાની ધમકી આપી અને પિતાને માર માર્યો, ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરીજનોમાં રોષ ફેલાયો છે અને હુમલાખોરોને ઝડપીને જાહેરમાં સજા કરવાની માંગ ઉઠી છે.