જિલ્લાના બાગાયતી પાકો જેવા કે આંબા, ચીકુ, કેળાં, શાકભાજી પાકોમાં રીંગણ, ભીંડા, ટામેટાં, મરચાની ખેતી ખેડૂતો દ્વારા મોટા વિસ્તારોમાં કરવામાં આવે છે. પરંતુ વેલાવાળા શાકભાજી જેવા કે ટીંડોળા અને પરવળ બહુવર્ષીય હોવાથી ખેડૂતોને ખેતીમાં ઓછા એકમ વિસ્તારમાથી તેના બજારભાવ ઉંચા રહેતા હોવાથી વધુ આવક અપાવી શકે છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા સતત વિવિધ પાકોમાં સંશોધન હાથ ધરી વહેલી પાકતી, વધુ ઉત્પાદન આપતી અને રોગજીવાત સામે પ્રતિકારકતા ધરાવતી જાતો વિકસાવવામાં આવી છે.