માલપુર ના ટીસ્કી ગામે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. મળતી માહીતી મુજબ ટીસ્કી પંચાયત સહીત મહાદેવ મંદિર માં રાત્રીના અરસામાં અજાણ્યા ચોર ઈસમોએ તરખાટ મચાવ્યો છે.તસ્કરોએ મંદીર માં દાન-પેટી તોડી રોકડ રકમ ની ચોરી કરી સાથે પંચાયતમાં સરકારી દસ્તાવેજો તથા અન્ય સામગ્રીની ચોરી કરી હતી.સમગ્ર ગટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી.સાથે સ્થાનીકો ધ્વારા પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવાની માંગ કરવામાં આવી હતી.