છત્તીસગઢના પૂરગ્રસ્તોની વહારે ઊંઝા માર્કેટ યાર્ડ: ૨૧ લાખથી વધુની કિંમતની ૧૦૩૦ રાહત કીટ તૈયાર કરાઈ પૂર્વ ભારતના છત્તીસગઢ રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે મહેસાણા જિલ્લાનું ઊંઝા માર્કેટ યાર્ડ આગળ આવ્યું છે. સરકારના સૂચન મુજબ, બજાર સમિતિએ તાત્કાલિક ધોરણે ૨૧ લાખ રૂપિયાથી વધુની કિંમતની ૧૦૩૦ રાહત કીટ તૈયાર કરી છે. અતિભારે વરસાદના કારણે છત્તીસગઢના લોકોએ ભારે જાન-માલનું નુકસાન સહન કર્યું છે.