જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે ગૌરવનો પળ સર્જાયો છે. લાલપુર તાલુકાના રંગપર અને જોગવડ સબ સેન્ટરને આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ માટે નેશનલ લેવલના સર્ટિફિકેટ મળ્યા છે. જેમાં રંગપર સેન્ટરને 91 ટકા અને જોગવડ સેન્ટરને 90 ટકા ગુણ પ્રાપ્ત થયા છે.આ સિદ્ધિ લાલપુર તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર નોંધાઈ છે