વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધારણમાળ ગામમાંથી હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું છે. અહીં ગામમાં પાકી શમશાન ભૂમિ ન હોવાના કારણે એક વ્યક્તિના અવસાન બાદ પરિવારજનોને વરસતા વરસાદમાં અંતિમ ક્રિયા કરવા મજબૂર થવું પડ્યું. મૃતકના સ્વજનો છત્રી અને રેઇનકોટ પહેરી અંતિમ યાત્રામાં જોડાયા હતા.