વાપી છીરી કંચનનગર ખાતે રહેતા અંકિત મોતીચંદ પ્રસાદે જીઆઇડીસી પોલીસ મથકમાં આપેલી ફરિયાદ મુજબ, તે કેબીએસ કોલેજમાં બી.કોમ થર્ડ યરનો વિદ્યાર્થી છે. મંગળવારે બપોરે મિત્રો સાથે કેમ્પસમાં ફરવા ગયેલા સમયે બીબીએ બિલ્ડિંગ પાસે સુફીયાન ઉર્ફે આદીલ વસીમ ખાન ફોન પર ગાળાગાળી કરી રહ્યો હતો.