સુરત શહેરમાં આજે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.ખાસ કરીને વેડ રોડ વિસ્તારમાં ગુરુકુળ પાસે પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.સવારે શરૂ થયેલા મૂશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા હતા. વેડ રોડ પર તો રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનો ધીમી ગતિએ ચલાવવાની ફરજ પડી હતી.