સૂરના ભાગલ રાજમાર્ગ વિસ્તારમાંથી શ્રીજીની વિશાળ અને મહાકાય પ્રતિમાઓ ની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી.શનિવારે સાંજે ચાર કલાકે નીકળેલી આ યાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.જ્યાં રંગેચંગે અને વાજતે ગાજતે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી.બીજી તરફ વર્ષો જૂની ચાલી આવતી પરંપરા મુજબ હિન્દુ મિલન મંદિરમાં શ્રીજીની વિસર્જન યાત્રાનું મુસ્લિમ અને હિંદુ સમાજના અગ્રણીઓએ સ્વાગત કરી કોમી એકતાનો સંદેશ પાઠવ્યો હતો.