બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભયાનક તોફાનને અને વરસાદના કારણે ખેડૂતોને મોટો આઘાત લાગ્યો છે. પંથકમાં ખેતરમાં વાવેતર કરેલ પાપૈયાના પાકનો 100 ટકા નાશ થયો છે.ખેતરમાં વાવેતર કરવામાં આવેલ પાપૈયાના ઝાડ તૂટી પડેલા છે, તેમજ જમીન પર બગડેલા ફળો ફેલાયા છે. ખેડૂતોએ જણાવ્યું કે, આ નુકસાનથી તેમની આર્થિક સ્થિતિ અત્યંત કથળેલી છે અને હાલ પરિસ્થિતિ "ભયાવહ" છે.કિશાન સંઘના આગેવાનો એ ખેડૂતોની મુલાકાત લીધી