ડેમાઈ ગ્રામ પંચાયતના પેટાપરા રાયણના મુવાડા ગામે ઝાલા ભલાભાઈ બબાભાઈ પોતાના માટીના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા ત્યારે ઘરની માટીની દીવાલ અચાનક ધરાશાયી થતાં ઘરમાંથી પરિવાર બહાર દોડી ગયો હતો અને દીવાલની સાથે સાથે મકાન પણ ધરાશાયી થયું હતું. ઘરમાં રહેલો માલ સામાન નીચે દટાઈ ગયો હતો અને ઘરવખરીને પણ નુકશાન પામ્યું હતું. ત્યારે ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા આ પરિવારને સરકાર આર્થિક સહાય કરે તેવું પરિવાર જનો ઈચ્છી રહ્યા છે.