સમગ્ર કચ્છ જિલ્લાની સાથે આજે ગાંધીધામમાં પણ પયગંબર સાહેબના 1500માં જન્મદિનના અવસરે ઈદ મિલાદ-ઉન-નબીની ઉજવણી કરવામાં આવી.આ પર્વ મુસ્લિમ સમાજ માટે પયગંબર સાહેબના જીવન અને ઉપદેશો પર ચિંતન કરવાનો અવસર છે.ગાંધીધામમાં બપોરની નમાજ બાદ અંદાજિત 3:00 વાગે નુરી મસ્જિદ થી શરૂ થયેલું જૂલુસ ગાંધીધામના મુખ્ય માર્ગો પરથી થઈને મામલતદાર ઓફિસ પાસેના ગ્રાઉન્ડ સુધી પહોંચ્યું હતું.કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગાંધીધામ સીટી ટ્રાફિક સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા.