માણસા તાલુકાના લાકરોડા ગામ નજીક સાબરમતી નદીના પટમાંથી ગેરકાયદેસર ખનન કરતા 60 લાખની કિંમતનું એક મશીન જપ્ત કરવામાં આવ્યું છે. 21 તારીખ સવારે 4 વાગ્યે કાર્યવાહી કરી હતી. શનિવારે સવારે 10 વાગ્યે પ્રેસનોટ દ્વારા માહિતી આપી હતી. લાકરોડા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટમાં એક હ્યુન્ડાઈ કંપનીનું એક્સેવેટર મશીન ગેરકાયદે રીતે રેતીનું ખનન કરતું માલુમ પડ્યું હતું.