કપરાડા થી વાપી તરફ જઈ રહેલી ટ્રક કુંભ ઘાટ ઉતરતા માંડવા નજીક પલટી મારી ગઈ હતી. મંગળવારે પેપર રોલ ભરેલી ટ્રક વાપી તરફ જઈ રહી હતી તે દરમિયાન કુંભ ઘાટ રસ્તો ખુબજ બિસ્માર બની ગયો હોય અને રસ્તા વચ્ચે મોટા ખાડા પડી જતા માંડવા ભીલી ફળિયા નજીક રસ્તા વચ્ચે પડેલા ખાડાથી ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક રસ્તાની બાજુમાં ઉતરી પલટી ગઈ હતી .