ભિલોડાના કિશનગઢ પાસે આવેલા કડવાડુંગળી ગામની 70 વર્ષીય રતનબેન ભગોરા નદીમાં તણાઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી હતી. વૃદ્ધા નદીના ધસમસતા પ્રવાહમાં વહેતા જતા નજરે ચઢતા સ્થાનિક લોકોએ શોધખોળ શરૂ કરી હતી.લગાતાર 24 કલાક સુધી ચાલેલી શોધખોળ બાદ અંતે કિશનગઢ અને કડવા ડુંગરી વચ્ચે ઇન્દ્રાશી નદીની કોતરોમાં તેમનો મૃતદેહ ફસાયેલ હાલતમાં મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં તંત્ર હરકત માં આવ્યું હતું અને મોડાસા પાલિકા ફાયર બ્રિગેડની ટીમે કઠિન મહેનત બાદ મૃતદેહને બહાર કાઢ્યો.