ગતરોજ એસઆરસી લિ., ગાંધીધામ કો-ઓપરેટિવ બેંક લિ.. ગાંધીધામ સિંધી સમાજ, ગાંધીધામ વ્યાપારી એસોસિયેશન, ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ, ભારતીય સિંધુ સભા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સિંધોલોજી, ગાંધીધામ મૈત્રી મંડળ, શૈક્ષણિક કેમ્પસ અને તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ વગેરે સંસ્થાના અગ્રણીઓ દ્વારા પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર સમક્ષ આદિપુરમાં પ્રિન્સિપાલ પર હુમલાના બનાવની રોષ સાથે રજૂઆત કરાઈ હતી. બનાવને નિંદનીય અને શરમજનક ગણાવ્યો હતો.