સોમવારના 5 કલાકે પ્રેસનોટ દ્વારા રેલવે પોલીસે આપેલી વિગત મુજબ તારીખ 6 9 2025 ના રોજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી.જેમાં મોબાઈલ ફોન રોકડા મળી કુલ 25000 રૂપિયાનો મુદ્દા માલ ચોરી થયો હતો. જેમાં પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદના આધારે કાર્યવાહી કરી આરોપી રેહાન રાઈન ઝડપી પાડી 21000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો.