આજે તારીખ 27/09/2025 શનિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં પ્રાંત અધિકારીએ બૈણા ગામની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનની તપાસ કરી હતી. જેમાં રેશનકાર્ડ ધારકોને સમયસર અને પૂરતો જથ્થો મળી રહે તેની ખાતરી કરી અને દુકાન સંચાલકને જરૂરી તકેદારી રાખવા માટે સુચના આપી.તે બાદ બૈણા ગ્રામ પંચાયત કચેરી ખાતે સામાન્ય દફતર તપાસણી પણ કરવામાં આવી હતી.તેમજ બૈણાં પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન મધ્યાહન ભોજન કેન્દ્રનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.