જુનાગઢ ખાતેથી આપ નેતા રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ દ્વારા કરવામાં આવતી વિકાસ સપ્તાહ ઉજવણીને લઈ આપ નેતા રેશમા પટેલે નિવેદન આપી જણાવ્યું કે ગુજરાતની જનતાનો આક્રોશ ભાજપના "વિકાસ સપ્તાહ"ને "વિનાશ સપ્તાહ" સાબિત કરીને બતાવશે. વિકાસ સપ્તાહ ના નામે ભાજપ જનતાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસાનો ધુમાડો કરી નાખશે અને જનતા માટે વિનાશ સપ્તાહ જ સાબિત થશે