સુરત શહેરના પાંડેસરામાં આર્થિક સંકડામણ અને દેવાથી કંટાળી એક યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી યુવકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પાંડેસરાના ક્રિષ્ના નગાર વિસ્તારમાં રહેતા સુધામ પ્રધાન મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા હતા. જોકે, કામકાજમાં થયેલા નુકસાન કે અન્ય કોઈ કારણોસર તેમના પર મોટું દેવું થઈ ગયું હતું. આ દેવાના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી સતત તણાવ અને માનસિક દબાણમાં રહેતા હતા.