જુનાગઢ શહેરની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને મારવાના મામલાએ ગંભીર વળાંક લીધો છે. પીડિત વિદ્યાર્થીના પરિવારજનોએ શાળાને હોસ્ટેલ સંચાલકો સામે અનેક આક્ષેપો કર્યા છે. જેમાં સાર્વજનિક પ્લોટ પર ગેરકાયદેસર દબાણ અને ફી બાબતે ગેરરેતીનો પણ સમાવેશ થાય છે પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીના સંકેતો આપ્યા છે.