જુનાગઢમાં હાલમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.ગણેશ ચતુર્થી એટલે દુંદાળા દેવ ગણેશજીનો જન્મોત્સવ. આ તહેવાર આ વર્ષે 27મી તારીખે ઉજવવામાં આવશે.શહેરમાં ખાસ કરીને બાઉદીન કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે.અહીં લોકો પોતાના ઘરમાં સ્થાપવા માટે નાની-મોટી મૂર્તિઓ ની ખરીદી લોકો કરી રહ્યા છે.