મૂળી તાલુકાના કળમાદ ગામે રહેતા મેહુલભાઈ જોધાભાઈ રોજીયા પોતાના પશુઓને લઈ સરલા ગામની સીમમાં ચરાવવા માટે ગયા હોય અને વાડીના શેઢે પશુ ચરતા હોય ત્યારે સંજયભાઈ કોળી, નવીનભાઈ કોળી તથા ગદ્દો કોળી ત્યાં આવી પોતાની વાડી પાસેથી પશુઓને દૂર રાખવાનું જણાવી એકદમ ઉશ્કેરાઈ જઇ પશુપાલક યુવાન પર લાકડી વડે હુમલો કરી નાશી છૂટયા હતા આ તરફ યુવાનને ઇજા પામતા સારવાર અર્થે ખસેડી બાદમાં ત્રણેય હુમલાખોર વિરુધ મૂળી પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો.