પોલીસ કોન્સ્ટેબલની 12 હજારથી વધુ જગ્યા માટે ચાલી રહેલી પરીક્ષા પ્રક્રિયામાં આજે કેટેગરીવાઈઝ કટ-ઓફ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવાર માટે 120.50 માર્ક કટઓફ જાહેર થયું છે. તેમજ ઓબીસીમાં પુરુષ ઉમેદવાર માટે 109.75 માર્ક કટઓફ જાહેર થયું હતું. જ્યારે ઈડલબ્યુએસ કેટેગરીમાં ઓબીસી કરતાં ઓછું 94.50 માર્ક કટ ઓફ જાહેર થયું છે.