રાજકોટમાં ભારતીય સંસ્કૃતિ અને યુવાનોને પ્રેરણા આપવાની વાત કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ એક કાર્યક્રમમાં અચાનક એવી ગંભીર ભૂલ કરી કે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આગામી વર્ષ દરમિયાન થનાર સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કુલપતિએ ભાષણ આપતા આજના દિવસને સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ અને યુવાદિન ગણાવી દીધો.