રાધનપુરમાં બુટલેગરનો ખોફ ફરી એકવાર બહાર આવ્યો છે. બબે વખત ફરિયાદો કરવા છતાં એક પરિવાર પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આશરે ૨૦ વર્ષથી દારૂ વેચાણનો ગેરકાયદેસર ધંધો ચલાવતો હોવાનો આરોપ લાગેલા બુટલેગરના ડરથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.આશરે બે દાયકાથી ચાલતા દારૂના ધંધા સામે અવાજ ઉઠાવનાર પરિવારે જીવના ભય વચ્ચે ઘર છોડવું પડ્યું હતું