ગોધરાના લીલેસરા રોડ પર આવેલી અમનપાર્ક સોસાયટીના રહીશો છેલ્લા પાંચ મહિનાથી ગંભીર હાલાકી ભોગવી રહ્યા છે. ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રોડ પર ફરી વળ્યું છે, જેના કારણે ભારે દુર્ગંધ અને ગંદકી ફેલાઈ રહી છે. સ્થાનિકોએ આ અંગે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું સ્થાનિકો એ આક્ષેપ લગાવ્યો છે રોડ પર ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે.