મરોલી ગામે માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ હેઠળ ચાલી રહેલા કામોની સ્થળ પર જઈને સમીક્ષા કરી. સાથે જ પ્રાથમિક શાળા, પી.એચ.સી. સેન્ટર અને આયુર્વેદ શાખાની મુલાકાત લઈ સુવિધાઓની સ્થિતિ અંગે માહિતી મેળવી. અધિકારીશ્રીએ વિકાસ કાર્યોને વધુ અસરકારક રીતે આગળ ધપાવવા માટે માર્ગદર્શન આપ્યું તથા ગામના સર્વાંગી વિકાસ માટે જરૂરી સૂચનાઓ આપી.