આજે બુધવારે સાંજે 7 વાગ્યાની આસપાસ AMC દ્વારા નવરાત્રીના આયોજકો માટે ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે.જેમાં ફાયર સેફ્ટી અંગે નવી SOP જાહેર કરવામાં આવી.આયોજન કરતા પહેલા ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવું પડશે.આયોજન સ્થળે ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝીટ ગેટ ફરજિયાત.સલામતી સુનિશ્ચિત કરવાના હેતુ થી નિર્ણય લેવામાં આવ્યો.આયોજકોએ AMC ના 32 મુદ્દાઓના પાલન કરવું પડશે.ફાયર સેફ્ટી,પોલીસ ,ટ્રાફિક પોલીસ અને સંબંધિત વિભાગો પાસે મંજૂરી લેવાની રહેશે.