સમગ્ર દેશની સાથે સુરત શહેરમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમથી શરૂઆત થઈ છે. શહેરભરમાં ઠેર-ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે, અને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભક્તિમય માહોલમાં સુરત પોલીસ પણ જોડાઈ છે. અઠવાલાઇન્સ ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા પણ ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ ગણેશજીની સ્થાપના કરી અને પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો.