ડાંગ જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સ્વ સહાય જૂથ ની મોટાભાગની મહિલાઓ ડાંગ જિલ્લાના વિવિધ પ્રવાસન ક્ષેત્ર માં નાની હોટલો ચલાવે છે વન વિભાગ દ્વારા તેમને સુવિધા યુક્ત કિચન અને બેઠક વ્યવસ્થા વાળું મકાન આપવામાં આવે છે જ્યાં જૂથની 10 બહેનો પ્રવાસીઓને ડાંગી ફૂડ જમાડે છે. અને સારી એવી આવક મેળવે છે. મહાલ ખાતે ઇકો ટુરીઝમ કેમ્પ સાઈટ માં આ બહેનોને રોજગારી મળી રહે છે