મુળી તાલુકાના દુધઈ ગામે સફેદ માટીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતીને આધારે પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા દરોડો કરી એક લોડર, એક ડમ્ફર તથા બાઈક સહિત ૫૧ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો આ સાથે ગેરકાયદેસર ખનન કરનાર હીરાભાઈ શામળભાઇ રોજીયા વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.