ગોધરા શહેરમાં બુધવારની મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. દિવસભરના ઉકળાટ અને બફારા બાદ, સાંજના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. થોડી જ વારમાં, આકાશ ગાજી ઉઠ્યું અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ. શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી. આ અચાનક આવેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશી જો