પંચમહાલ જિલ્લામાં ઓપરેશન મુસ્કાન અંતર્ગત ૧૩ થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ચાલી આવેલા વિશેષ ડ્રાઇવમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્ય પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન હેઠળ આઈજીપી આર.વી. અસારી અને એસપી ડૉ. હરીશ દુધાતના સુચનાથી મેદાની કામગીરી તેજ બનાવાઈ. પોલીસે ગુપ્ત બાતમી અને તથ્યોના આધારે સતત પ્રયાસો કરતા ગુમ તથા અપહરણ થયેલ કુલ ૧૨ બાળકોને સુરક્ષિત રીતે શોધી તેમના પરિવારજનોને સોંપ્યા. આ સફળતા પોલીસની કાર્યક્ષમતા અને સમાજ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે