દાહોદના ઇતિહાસમાં પહેલીવાર પોલીસના હાથે મોટા પાયે ડ્રગ્સ પકડાયુ છે. સામાન્ય રીતે ગુનો બન્યો હોય ત્યાં ફરિયાદ દાખલ થાય પરંતુ આ કેસમાં ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે. જો ગુનો દાહોદમાં દાખલ થાત તો સ્થાનિક પોલીસ અધિકારીને તપાસ સોપવી પડતી. તે કિસ્સામાં તપાસ અધિકારીને ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્ક સુધી પહોંચવા માટે બાતમીદારો ઉભા કરવા સહિતની મથામણ સાથે આ કેસમાં નવેસરથી એકડો ઘુંટવાનો વારો આવતો અને તેમાં તપાસ લાંબી ખ