બોટાદ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના આવવાના અને જવાના સમયે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક થાય છે. અસંખ્ય રીક્ષાઓ સીટી બસ અને ભારે ભીડ વચ્ચે લોકોને ચાલવું પણ મુશ્કેલ બની જતું હોય છે, તેમાં પણ મુસાફરોને નાના બાળકો લગેજ સાથે પસાર થવું મુશ્કેલ બનતું હોય છે, તહેવારોની સીઝનમાં રેલવે સ્ટેશનથી સાળંગપુર દર્શન કરવા માટે આવતા મુસાફરોની સંખ્યા વધારે હોય છે, બીજી તરફ શહેર અને ગામડાના મુસાફરો ખૂબ મોટી સંખ્યામાં હોય ત્યારે ટ્રાફિક નિયંત્રણ મુશ્કેલ બની જતું હોય છે,