આજે તારીખ 02/09/2025 મંગળવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં વાલ્મીકિ સમાજ દ્વારા વાજતે ગાજતે ગણપતિ બાપાના જય જય કાર સાથે ગણેશજીનુ રામ સાગર તળાવમાં વિસર્જન કર્યું.પૂજાપો એક થેલીમાં સંગ્રહ કરી સ્વચ્છ રામસાગર તળાવના મિશનને વેગ આપ્યું.ઝાલોદ નગરમાં વાલ્મીકિ સમાજ દ્વારા ગણપતિ બાપાનુ વિસર્જન રામસાગર તળાવમાં કરવામાં આવ્યું હતું. ઝાલોદ નગરમા ગણેશજીનુ આ પ્રથમ વિસર્જન છે. પ્રતિવર્ષ વાલ્મીકિ સમાજ દ્વારા ગણેશજીનુ સાતમા દિવસે વિસર્જન કરવામાં આવતું હોય છે.