ગોંડલના ભોજપરામાં રખડતા શ્વાનો પર અત્યાચાર:ઝેરી દૂધ અપાતા ત્રણ શ્વાનના મોત, એક ગંભીર; દૂધનું વાસણ મળ્યું ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં કોઈ અજાણ્યા શખ્સે શ્વાનોને ઝેરી દૂધ પીવડાવતા ત્રણ શ્વાનના મોત નીપજ્યા છે. એક શ્વાન ગંભીર હાલતમાં છે.ગામના આગેવાન વિપુલભાઈ પરમાર અને ગ્રામજનોએ તંત્રને જાણ કરી હતી. પશુ ચિકિત્સક અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગામના જ કોઈ શખ્સે શ્વાન પ્રત્યે દ્વેષભાવથી આ કૃત્ય કર્યું છે. ઘટનાસ્થળેથ