માલપુર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં વરસાદ ખાબક્યો હતો.છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધા છતાં ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા દૃશ્યો જોવા મળી રહ્યા છે.આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયેલા દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા.ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી સોયાબીન,મકાઈ સહિતના પાકને ભારે નુકસાન થયું છે.ખેડૂતો પાક બચાવવા પ્રયત્નશીલ છે,પરંતુ પાણી ભરાવાને કારણે પાક બગડવાની ભીતિ વધતી જાય છે.ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો હાલ ચિંતામાં છે