સુરતમાં આ વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે એક અનોખી પહેલ જોવા મળી રહી છે. 'ફૂલો ફૂલો' નામની સંસ્થા દ્વારા ગણેશજીની મૂર્તિઓ ગાયના ગોબરમાંથી બનાવવામાં આવી રહી છે, જેનો મુખ્ય હેતુ પર્યાવરણ અને દેશને બચાવવાનો છે.સામાન્ય રીતે, ગણેશજીની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) અને કેમિકલ યુક્ત રંગોથી બનાવવામાં આવે છે, જે વિસર્જન બાદ જળ પ્રદૂષણનું કારણ બને છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, 'ફૂલો ફૂલો' સંસ્થાએ ગાયના ગોબરના ઉપયોગથી મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી છે.