થરાદમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનને બનાસકાંઠા ગૌ સંસદ, ગૌભક્તો અને ગૌશાળાના સંચાલકોનું સમર્થન મળ્યું છે.સમર્થકોએ બળીયા હનુમાન રેલીનું આયોજન કર્યું હતું. રેલી બે કિલોમીટરથી વધુ લાંબી હતી. રેલી દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના નારા લગાવવામાં આવ્યા હતા.ગૌરક્ષકોએ થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.