11 સપ્ટેમ્બરની મોડી રાતે ખેરાલુના પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના ખેતરમાં વાવેલા ચંદનના ઝાડ કોઈ અજાણ્યા ઈસમોએ કાપતા પુર્વ ધારાસભ્યે ખેરાલુ પોલીસને ફરિયાદ આપી છે. કુલ 40 ચંદનના ઝાડમાંથી 2 થડમાંથી કાપી નખાયા છે જ્યારે અન્ય 5 ઝાડને કટર વડે કાપવાની કોશિશ કરી 1 લાખથી વધુંનું નુકસાન પહોંચાડ્યું છે. સમગ્ર મામલે આજે 11 સપ્ટેમ્બરના રોજ જાણ થતાં ખેરાલુ પોલીસમાં ટેલિફોનીક ફરિયાદ આપ્યાની માહિતી મળી છે તો ખેરાલુ પોલીસે આવા ચંદનચોરોને પકડવા કવાયત હાથ ધરી છે.