બોટાદના રાણપુર થી અણીયાળી કસ્બાતી જવાના માર્ગ પર બની રહેલ સી.સી.રોડ માં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે સવાલો ઊઠી રહ્યા છે, ત્યારે કામગીરી અંગે પ્રતિક્રિયા આપતા જિલ્લા કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે મટીરીયલ ગુણવત્તા યુક્ત વાપરવામાં આવે છે, ગ્રામ્ય વિસ્તાર હોવાને કારણે ડાયવર્ઝન નીકળી શકે તેમ નથી તેથી રોડની સાઈડ માંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, મટિરિયલના ગુણવત્તા બાબતે લેબોરેટરી નો ટેસ્ટિંગ રિપોર્ટ સંતોષજનક આવ્યો છે.