માલપુરમાં સતત ત્રીજા દિવસે મોસમ મહેરબાન બનતા ધોધમાર વરસાદ વરસ્યો હતો.માલપુર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.શહેરના મુખ્ય માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાતા દૈનિક જનજીવન પ્રભાવિત થયું હતું.બસ સ્ટેન્ડ સામેની દુકાનો આગળ વરસાદી પાણી ભરાતા વેપારીઓને મુશ્કેલી ઊભી થઈ હતી,જ્યારે પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.