ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાઓ આહવા, વઘઈ અને સુબીરમાં તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ધોરણ ૩ થી ૮ ભણાવતા વિષય વાર શિક્ષકોને શિક્ષક આવૃત્તિ આપી તેમને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. તાલીમ દરમિયાન પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ, તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ વિવિધ તાલીમ વર્ગોની મુલાકાત લઇ શિક્ષકોને માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા છે.