પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ગોધરા ખાતે સરદારનગર ખંડ નજીક મતદારયાદીમાં થતા ગોટાળા વિરુદ્ધ ધરણા પ્રદર્શન યોજ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સહિત મોટા પાયે કોંગ્રેસ આગેવાનો, તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખો તથા વિવિધ સેલ-ફ્રન્ટલ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ ખુલાસા થયેલા મતદાર યાદીના ગોટાળાને લઈને આ આંદોલન યોજાયું હતું. રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટ, 2025ની પત્રકાર પરિષદમાં ગેરરીતિઓ ઉજાગર કરી હોવાનો આક્ષેપ છે.