નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં પણ દર વર્ષે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઝુલુસ ની આયોજન કરવામાં આવે છે આ જ પરંપરા ને જાળવી રાખી આ વર્ષે પણ તિલકવાડા મદીના મસ્જિદ થી મુસ્લિમ બિરાદરો દ્વારા વરસતા વરસાદ માં પણ ભવ્ય જુલુસ ની શરૂઆત કરિ કુંભારવાડ, આઝાદ ચોક, નીચાલી બજાર, થી ચાર રસ્તે થઈ 40 પીરની દરગાહ પર જુલુસની પૂર્ણાહુતિ કરવામાં આવી એ ઝુલુસ મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા નાના બાળકો ના હાથમાં ઇસ્લામી ઝંડા આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.