રાજકોટના મવડી ચોકડી પાસે, જીથરીયા હનુમાન મંદિર નજીક, રસ્તાની વચ્ચે ઈંટોની દિવાલના કારણે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો. દામજીભાઈ મોહનભાઈ ભાલિયા નામના એક વૃદ્ધને એક રિક્ષાવાળાએ ટક્કર મારી. આ અકસ્માતમાં તેમને માથામાં ગંભીર ઈજા થતાં હેમરેજ થયું છે અને તેમની યાદશક્તિ પણ ગુમાવી છે. તેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. રસ્તા પરના દબાણ અને ટ્રાફિકની અવ્યવસ્થા માટે નિંભર તંત્રની બેદરકારી જવાબદાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.