સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા અતિ ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે તેવામાં થાનગઢ પંથકના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા હવે ખેડૂતોને ખેતર સુધી જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે ખેતરોમાં પાણી ભરાવાના લીધે કેટલાક અંશે પાકને પણ નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતો દ્વારા સેવાય છે